GST વગરના હિસાબ માટે

દરેક સંસ્થા અને નાના વેપારી માટે સરળ હિસાબ

NGO, ટ્રસ્ટ, મંડળ, સમાજ કે GST ની જરૂર ન હોય તેવો નાનો વેપાર – આવક, જાવક અને હવાલાની એન્ટ્રી કરો, લેખાસેતુ રોજમેળ, ખાતાવહી અને સરવૈયું જાતે બનાવે છે. ગુજરાતીમાં, ઇન્ટરનેટ વગર.

45 દિવસ મફત · Windows 10 / 11 · કાર્ડ કે નોંધણી વગર

લેખાસેતુનું ડેશબોર્ડ: રોકડ સિલક, આવક, ખર્ચ અને તાજેતરની એન્ટ્રી

લેખાસેતુ શા માટે?

Excel ની ફાઇલ કે ચોપડા છોડીને સાચા, સલામત હિસાબ તરફ.

ઇન્ટરનેટની જરૂર નથી

ગામ હોય કે શહેર, નેટ હોય કે ન હોય – લેખાસેતુ ચાલે છે. બધો ડેટા તમારા કમ્પ્યુટરમાં જ રહે છે, કશું બહાર જતું નથી.

આધુનિક, છતાં વડીલો માટે પણ સરળ

નવો, સુંદર દેખાવ અને છતાં મોટા અક્ષર, સ્પષ્ટ ખાનાં અને બટન, સાદા ગુજરાતી શબ્દો. વડીલ ટ્રસ્ટી પણ જાતે એન્ટ્રી કરી શકે.

દરેક સંસ્થા અને નાના વેપારી માટે

NGO, ટ્રસ્ટ, મંડળ, સમાજ, શિક્ષણ સંસ્થા કે GST વગરનો નાનો વેપાર – આવક-જાવકનો હિસાબ રાખતા સૌ માટે.

GST વગરના ધંધા માટે →

બૅકઅપ અને રિસ્ટોર

એક ક્લિકે પેન ડ્રાઇવમાં બૅકઅપ, ઍપ બંધ કરતી વખતે આપોઆપ નકલ. કમ્પ્યુટર બગડે તો નવામાં રિસ્ટોર કરો – હિસાબ પાછા.

ઘણા વપરાશકર્તા, દરેકની ભૂમિકા

એડમિન, મેનેજર અને ડેટા એન્ટ્રી – દરેકનો પોતાનો PIN અને અધિકાર. કોણે, ક્યારે, શું બદલ્યું તે સચવાય છે.

ગુજરાતી પહેલું

દરેક સ્ક્રીન, ખાતું, વિગત અને પ્રિન્ટ ગુજરાતીમાં – એક ક્લિકે અંગ્રેજીમાં પણ.

હિસાબ માટે જોઈએ તે બધું

આમનોંધ

આવક, જાવક કે હવાલો – રોકડ કે બેંકથી. ખાતાનો કોડ કે નામ લખો, વારંવારનાં ખાતાં એક ક્લિકે.

રોજમેળ

દરેક એન્ટ્રી પછી રોકડ સિલક, રોકડ અને બેંકના વ્યવહાર અલગ ટૅબમાં, હવાલા પણ.

ખાતાવહી

કોઈ પણ ખાતાની ખૂલતી પુરાંતથી આજ સુધીની વિગત અને બાકી.

અહેવાલો

ઉપજ-ખર્ચ ખાતું, સરવૈયું અને કાચું સરવૈયું – ટ્રસ્ટના નમૂના પ્રમાણે, આપોઆપ.

પ્રિન્ટ અને PDF

A4 પર ગુજરાતી કે અંગ્રેજીમાં પ્રિન્ટ, સંસ્થાના નામ અને પાનાંના સરવાળા સાથે.

વર્ષાંત બંધ

તપાસ પછી વર્ષ બંધ, બાકી આવતા વર્ષમાં. બંધ વર્ષ બદલી શકાતું નથી.

ડેશબોર્ડ

રોકડ સિલક, બેંક અને FD, આવક-ખર્ચ અને માસિક ચાર્ટ – એક નજરે.

તૈયાર ખાતાં

44 ખાતાંની તૈયાર યાદીથી શરૂ કરો – નામ બદલો, નવાં ઉમેરો.

કશું ભૂંસાતું નથી

ફેરફાર અને રદ કરેલી એન્ટ્રી કોણે, ક્યારે અને શા માટે કરી તે સાથે સચવાય છે.

એક નજરે

આમનોંધ: આવક, જાવક કે હવાલાની એન્ટ્રી
આમનોંધ: આવક, જાવક કે હવાલાની એન્ટ્રી
રોજમેળ: દરેક એન્ટ્રી પછી રોકડ સિલક
રોજમેળ: દરેક એન્ટ્રી પછી રોકડ સિલક
અહેવાલો: સરવૈયું
અહેવાલો: સરવૈયું

કેવી રીતે શરૂ કરવું

  1. ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો

    Windows 10 કે 11 વાળા કોઈ પણ કમ્પ્યુટર પર.

  2. 45 દિવસ મફત વાપરો

    સંસ્થાની વિગત, ખાતાં અને એન્ટ્રી – બધું પૂરેપૂરું ચાલે છે.

  3. App ID મોકલો

    સેટિંગ્સ → એપ વિશે માં દેખાતો App ID અમને ઇમેઇલ કરો.

  4. લાઇસન્સ કી મેળવો

    કી દાખલ કરો – ઇન્ટરનેટ વગર સક્રિય થાય છે, ડેટા એમ જ રહે છે.

સાદી કિંમત, છૂપો ખર્ચ નહીં

45 દિવસ મફત, પછી 1 વર્ષ, 3 વર્ષ કે આજીવન લાઇસન્સ.

ટ્રાયલ

મફત

45 દિવસ

  • બધી સુવિધા
  • નોંધણી કે કાર્ડ વગર
  • ટ્રાયલ પછી ડેટા સલામત
ડાઉનલોડ

1 વર્ષ

₹1,499

1 વર્ષ માટે · એક કમ્પ્યુટર માટે

  • બધી સુવિધા
  • વર્ષ દરમિયાનની દરેક નવી આવૃત્તિ
  • ઇમેઇલથી મદદ
લાઇસન્સ માંગો
સૌથી ફાયદાકારક

3 વર્ષ

₹2,999

3 વર્ષ માટે · એક કમ્પ્યુટર માટે

એટલે કે ₹1,000 / વર્ષ

  • 2 વર્ષની કિંમતમાં 3 વર્ષ
  • 3 વર્ષની દરેક નવી આવૃત્તિ
  • ઇમેઇલથી મદદ
લાઇસન્સ માંગો
શરૂઆતની ઓફર

આજીવન

₹4,999 ₹6,499

એક વખત · એક કમ્પ્યુટર માટે

31-03-2027 સુધી જ

  • બધી સુવિધા
  • દરેક નવી આવૃત્તિ હંમેશા મફત
  • 1 વર્ષ મદદ, પછી ₹499 / વર્ષ (મરજિયાત)
લાઇસન્સ માંગો

કિંમતમાં કર સામેલ નથી – GST લાગુ પડે તો અલગથી ઉમેરાશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ઇન્ટરનેટ જોઈએ?

ના. ડાઉનલોડ પછી લેખાસેતુ ઇન્ટરનેટ વગર ચાલે છે; લાઇસન્સ પણ ઑફલાઇન સક્રિય થાય છે.

લેખાસેતુ કોના માટે છે?

ટ્રસ્ટ, NGO, મંડળ, સમાજ અને નાના વેપારી માટે – જેમને આવક, જાવક અને હવાલાનો સાદો, સાચો હિસાબ જોઈએ છે.

મારો ડેટા ક્યાં રહે છે?

તમારા જ કમ્પ્યુટરમાં. USB માં બૅકઅપ લો અને જરૂર પડે ત્યાંથી પાછો લાવો (રિસ્ટોર).

ટ્રાયલ પૂરી થાય પછી શું?

ડેટા સલામત રહે છે; તમે જોઈ, પ્રિન્ટ અને બૅકઅપ કરી શકો. નવી એન્ટ્રી માટે લાઇસન્સ કી દાખલ કરો.

કયા કમ્પ્યુટર પર ચાલે છે?

Windows 10 કે 11 (64-બિટ) વાળા કોઈ પણ સામાન્ય ઑફિસ કે ઘરના કમ્પ્યુટર પર.

નવું કમ્પ્યુટર લઈએ તો?

બૅકઅપ નવા કમ્પ્યુટરમાં રિસ્ટોર કરો અને નવો App ID મોકલો – અમે લાઇસન્સ ખસેડી આપીશું.

શું ઘણી સંસ્થાના હિસાબ રાખી શકાય?

દરેક ઇન્સ્ટોલેશન એક સંસ્થાના હિસાબ રાખે છે. વધુ સંસ્થા માટે અમારો સંપર્ક કરો.

સેવાનો હિસાબ, સરળ અને સસ્તો