લેખાસેતુ ડાઉનલોડ કરો
45 દિવસ મફત વાપરો. ટ્રાયલ પછી લાઇસન્સ કી દાખલ કરો – ફરી ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.
ડાઉનલોડ કરો (210 MB)
- આવૃત્તિ
- 1.4.0
- તારીખ
- 22-10-2026
- કદ
- 210 MB
- ફાઇલ
- LekhaSetu_1.4.0_x64-setup.exe
- SHA-256
- 4c3d255a6ba57413aac35eb331079a96ec8e2fd6f44f518c6bfa01e76c340a60
ફાઇલ સાચી છે કે નહીં તે તપાસવા: PowerShell માં
Get-FileHash "$env:USERPROFILE\Downloads\LekhaSetu_1.4.0_x64-setup.exe"ઇન્સ્ટોલ કેવી રીતે કરવું
- ડાઉનલોડ થયેલી ફાઇલ LekhaSetu_1.4.0_x64-setup.exe પર ડબલ ક્લિક કરો.
- Windows "Windows protected your PC" બતાવે તો "More info" અને પછી "Run anyway" દબાવો.
- Next → Install → Finish દબાવો. ડેસ્કટૉપ પર અને Start મેનુમાં લેખાસેતુ દેખાશે.
- પહેલી વાર: 44 ખાતાંની તૈયાર યાદી (કે ખાલી) પસંદ કરો, સંસ્થાની વિગત ભરો અને એડમિનનો PIN બનાવો.
Windows ચેતવણી કેમ બતાવે છે?
નવું સૉફ્ટવેર હજી Windows ને ઓળખીતું ન હોય ત્યારે SmartScreen "unknown publisher" ચેતવણી બતાવે છે. ખાતરી માટે ઉપરનો SHA-256 મેળવી જુઓ. શંકા હોય તો અમને ઇમેઇલ કરો.
આવૃત્તિ 1.4.0 માં નવું
- દેખાવ: છ રંગ, લાઇટ / ડાર્ક અને ગ્લાસ સ્ટાઇલ (સેટિંગ્સ → દેખાવ).
- રોજમેળ, બધી એન્ટ્રી: દરેક એન્ટ્રી પછી રોકડ સિલક.
- મોટી ઉંમરના વપરાશકર્તા માટે વધુ સ્પષ્ટ ખાનાં અને બટન.
- 1 વર્ષ, 3 વર્ષ કે આજીવન લાઇસન્સ; સેટિંગ્સ → એપ વિશે માં "નવી કી દાખલ કરો".
જૂની આવૃત્તિ છે?
નવું ઇન્સ્ટોલર જૂની આવૃત્તિ પર જ ચલાવો – ડેટા અને લાઇસન્સ એમ જ રહે છે. પહેલાં USB માં બૅકઅપ લેવાનું ભૂલશો નહીં.
કિંમત જુઓકમ્પ્યુટરમાં શું જોઈએ
| ઓછામાં ઓછું | ભલામણ | |
|---|---|---|
| Windows | Windows 10, 64-બિટ | Windows 11 |
| પ્રોસેસર | 64-બિટ Intel કે AMD, 2 કોર | 4 કોર કે વધુ |
| RAM | 4 GB | 8 GB |
| ડિસ્ક | 1 GB ખાલી જગ્યા | SSD |
| સ્ક્રીન | 1366 × 768 | 1920 × 1080 |
- એડમિન પાસવર્ડની જરૂર નથી – જે Windows વપરાશકર્તા ઇન્સ્ટોલ કરે તેના માટે
- ઇન્ટરનેટ ફક્ત ડાઉનલોડ માટે – ઇન્સ્ટોલ કે વાપરવા માટે નહીં
- બીજું કોઈ સૉફ્ટવેર જોઈતું નથી – જરૂરી બધું ઇન્સ્ટોલરમાં સાથે છે
- A4 પ્રિન્ટર (પ્રિન્ટ માટે) અને પેન ડ્રાઇવ (બૅકઅપ માટે)
- એક વર્ષના હિસાબ આશરે 1 MB – નાની પેન ડ્રાઇવમાં વર્ષોના બૅકઅપ સમાય