ગોપનીયતા
ઍપ
લેખાસેતુ ઍપ ઇન્ટરનેટ વાપરતી નથી. તમારા હિસાબ, વપરાશકર્તા અને PIN ફક્ત તમારા કમ્પ્યુટરમાં (અને તમે લીધેલા બૅકઅપમાં) રહે છે. અમને કશું મોકલાતું નથી.
App ID
App ID કમ્પ્યુટરની ઓળખ માટે ઍપ બનાવે છે. તમે અમને મોકલો ત્યારે જ અમે તેને જોઈએ છીએ, અને ફક્ત લાઇસન્સ કી બનાવવા વાપરીએ છીએ.
વેબસાઇટ
આ વેબસાઇટ કુકી કે જાહેરાત વાપરતી નથી. કેટલા લોકો કયું પાનું જુએ છે તે ગણવા Cloudflare Web Analytics વપરાય છે – તે કુકી વગર, કોઈ વ્યક્તિને ઓળખ્યા કે પીછો કર્યા વગર ફક્ત કુલ સંખ્યા ગણે છે. ફૉન્ટ અને ચિત્રો આ જ સાઇટ પરથી આવે છે.
સંપર્ક ફોર્મ
ફોર્મમાં ભરેલી માહિતી ફોર્મ સેવા Web3Forms દ્વારા ઇમેઇલ તરીકે અમને પહોંચે છે અને ફક્ત જવાબ આપવા અને લાઇસન્સ માટે વપરાય છે. તે કોઈને વેચાતી કે અપાતી નથી. તમારી માહિતી કાઢી નાખવા contact@lekhasetu.app પર લખો.
છેલ્લો ફેરફાર: 23-10-2026