GST વગરના ધંધા માટે

GST વગરના ધંધા માટે સરળ હિસાબ સૉફ્ટવેર

દરેક ધંધાને GST સૉફ્ટવેરની જરૂર નથી. તમે GST નોંધણી વગરના દુકાનદાર, વેપારી, સેવા આપનાર કે ઘરેથી ધંધો કરતા હો, તો લેખાસેતુ તમારા રોકડ અને બેંકના વ્યવહાર, ખાતાવહી અને વર્ષના હિસાબ રાખે છે – ગુજરાતીમાં, તમારા જ કમ્પ્યુટર પર, ઇન્ટરનેટ વગર.

45 દિવસ મફત · Windows 10 / 11 · કાર્ડ કે નોંધણી વગર

GST વગરના ધંધા માટે લેખાસેતુનો રોજમેળ: દરેક એન્ટ્રી પછી રોકડ સિલક

GST વગરના ધંધાનો હિસાબ, સરળ રીતે

GST નોંધણી ન હોય તો પણ ધંધાનો હિસાબ જરૂરી છે – કેટલી આવક થઈ, ક્યાં ખર્ચ થયો અને હાથમાં કેટલી રોકડ છે. લેખાસેતુ એ માટેનું રોજમેળ સૉફ્ટવેર છે: આવક કે જાવક લખો, અને રોજમેળ, બેંક, ખાતાવહી અને વર્ષનો નફો-ખોટ જાતે તૈયાર થાય.

ચોપડા કે Excel ની જેમ સરવાળા કરવાની ઝંઝટ નહીં. બધું ગુજરાતીમાં, તમારા કમ્પ્યુટર પર, ઇન્ટરનેટ વગર – નાની દુકાન, વેપાર કે સેવાના ધંધા માટે.

GST વગરના કયા ધંધા માટે?

દુકાન અને નાના વેપારી

કરિયાણું, કાપડ, સ્ટેશનરી કે અન્ય નાની દુકાન – જેમને GST નોંધણીની જરૂર નથી.

સેવા આપનાર

ટ્યુશન, દરજી, રિપેરિંગ, એજન્ટ, ડ્રાઇવર – આવક અને ખર્ચનો સાદો હિસાબ.

ઘરેથી ચાલતો ધંધો

ઘરેથી વેચાણ કે સેવા – ઘરના ખર્ચથી ધંધાનો હિસાબ અલગ.

ટ્રસ્ટ અને સંસ્થા

NGO, ટ્રસ્ટ, મંડળ અને સમાજ માટે પણ – ઉપજ-ખર્ચ ખાતું અને સરવૈયું.

રોજમેળ, બેંક અને ખાતાવહી – એક જ જગ્યાએ

રોજમેળ

દરેક આવક-જાવક પછી રોકડ સિલક – ચોપડાની જેમ, પણ ભૂલ વગર.

બેંક અને UPI

બેંક, ચેક અને UPI ના વ્યવહાર અલગ ટૅબમાં, દરેક બેંક ખાતાની બાકી સાથે.

ખાતાવહી

દરેક ખર્ચ, આવક કે લેણદાર-દેવાદારનું ખાતું – આજ સુધીની બાકી સાથે.

વર્ષનો હિસાબ

આવક-ખર્ચ, નફો કે ખોટ અને સરવૈયું – આપોઆપ.

CA માટે પ્રિન્ટ

A4 પ્રિન્ટ કે PDF, ગુજરાતી કે અંગ્રેજીમાં – ઇન્કમ ટૅક્સ કે લોન માટે તૈયાર.

ઘરના સૌ વાપરી શકે

દરેકનો પોતાનો PIN અને અધિકાર; USB માં બૅકઅપ.

શું લેખાસેતુ તમારા માટે યોગ્ય છે?

તમારા માટે બરાબર છે, જો તમારે…

  • પૈસાની આવક-જાવકનો સાચો હિસાબ રાખવો છે
  • રોજમેળ, બેંક અને ખાતાવહી રાખવી છે
  • CA માટે વર્ષનો નફો-ખોટ અને સરવૈયું જોઈએ છે
  • ગુજરાતીમાં, ઇન્ટરનેટ વગર, કમ્પ્યુટર પર કામ કરવું છે

લેખાસેતુ એક જ કામ કરે છે – તમારા હિસાબ – અને તે સારી રીતે કરે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

GST વગરના ધંધા માટે હિસાબ સૉફ્ટવેર છે?

હા. લેખાસેતુ GST નોંધણી વગરની દુકાન, વેપાર અને સેવાના ધંધા માટે છે: રોજમેળ, બેંક, ખાતાવહી અને વર્ષનો નફો-ખોટ – ગુજરાતીમાં, ઇન્ટરનેટ વગર.

શું લેખાસેતુ રોજમેળ સૉફ્ટવેર તરીકે વાપરી શકાય?

હા. દરેક આવક-જાવક પછી રોકડ સિલક દેખાય છે, અને રોકડ તથા બેંકના વ્યવહાર અલગ ટૅબમાં જોઈ શકાય છે – ચોપડાના રોજમેળની જેમ.

GST નોંધણી ન હોય તો પણ હિસાબ રાખવો જોઈએ?

હા, ફાયદો તમારો છે: કેટલું કમાયા, ક્યાં ખર્ચ થયો તે સ્પષ્ટ દેખાય, અને લોન કે ઇન્કમ ટૅક્સ વખતે તૈયાર હિસાબ મળે. તમારા માટે શું જરૂરી છે તે તમારા CA ને પૂછો.

મારા CA આ હિસાબ વાપરી શકે?

હા. ખાતાવહી, આવક-ખર્ચ અને સરવૈયું A4 પર પ્રિન્ટ કે PDF તરીકે, ગુજરાતી કે અંગ્રેજીમાં આપી શકો.

ઘરના કે દુકાનના બીજા લોકો પણ વાપરી શકે?

હા. દરેકનો પોતાનો PIN અને અધિકાર હોય – કોણે, ક્યારે, શું નોંધ્યું તે પણ સચવાય છે.

કેટલી કિંમત છે?

45 દિવસ મફત, પછી 1 વર્ષના ₹1,499 થી. એક કમ્પ્યુટર માટે, કર અલગ.